સાવરકુંડલા મા રાજય માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું
સાવરકુંડલા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ વિભાગ (રાજ્ય) તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા, છાપરા, કેબીનો, કાયમી રેકડીઓ નું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જે લોકોએ પોતાની દુકાન બહાર ઓટલા, છાપરા કાઢેલા હોય તેને અગાઉ સૂચના આપવામાં આવેલ હતી અને મોટાભાગના લોકોએ સ્વૈચ્છાએ જ પોતે કરેલ દબાણ દૂર કરેલ હતું અને જે લોકોએ આવા દબાણ દૂર કરેલ ન હતા તેને દબાણ તંત્ર દ્વારા બુલડોઝર થી દૂર કરવામાં આવ્યા હતા.
આ ડિમોલીશન માં માર્ગ અને મકાન વિભાગ સ્ટાફ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા ડીમોલીશન ની કામગીરી કરવામાં આવેલ હતી. પોલીસ તંત્ર દ્વારા પણ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. જેમાં એ.એસ.પી. વલય વૈદ્ય ના માર્ગદર્શન હેઠળ બે પી.આઇ., ૬ પી.એસ.આઇ., ૭૫ પોલીસ કર્મીઓ, ૨૦ હોમગાર્ડ તેમજ એસ.ઓ.જી. અને એલ.સી.બી. ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પણ સાવરકુંડલા શહેરમાં મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ ત્યારબાદ બીજા વર્ષે પણ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
Recent Comments