અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મીતીયાળા ગામે થી વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુમ થયેલ મહિલાને શોધી કાઢતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ટીમ

 ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ નાસતા ફરતા આરોપીઓ તેમજ મીસીંગ થયેલ વ્યક્તિઓ શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે એચ.બી.વોરા, નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા,વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન તેમજ સાવરકુંલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.પી.એલ.યૌધરી સાહેબ તથા I/C પો.ઇન્સ.ય [.એસ.એમ.સોની સાહેબ નાઓની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એસ.કટારા તથા હેડ કોન્સ.પીયુષકુમાર નટવરલાલ ઠાકર તથા ડ્રા.પો.કોન્સ.કુલદીસિંહ ચુડાસમા એ રીતે ના ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા હકીકત મળી કે, વડોડરા સીટી સયાજીગંજ પો.સ્ટે.ના ગુમ જા.જોગ નં.૧૬/૨૦૨૩ ના કામે ગુમ થનાર તરલાબેન વા/ઓ નરેન્દ્રભાઇ રણછોડભાઈ મારવાડી ઉ.વ. ૩૨, રહે બી.એસ.યુ.પી. આવાસ યોજના બ્લોક નં ૧૧ રૂમ નં ૧૨, જીવણનગર, વાઘોડીયા વડોદરા વાળા મીતીયાળા ગામે કનુભાઇ રાઘવભાઇ દેલવાણીયાના ઘરે હોય જેથી મહિલા પો.કોન્સ.કીરણબેન રામજીભાઇ ખટાણા નાઓને સાથે રાખી મીતીયાળા ગામે જઈ કનુભાઇ રાઘવભાઇ દેલવાણીયાના રહેણાંક મકાને જઈ તપાસ કરતા ગુમ થનાર તરલાબેન વા/ઓ નરેન્દ્રભાઇ રણછોડભાઇ મારવાડી વાળા મળી જે અંગે વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશને જાણ કરી આગળ ની કાર્ય વાહી હાથ ધરવામા આવેલ છે.આ કામગીરી પો.સબ.ઇન્સ. એ.એસ.કટારા  તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.પિયુષકુમાર ઠાકર તથા ડ્રા.પો.કોન્સ.કુલદીસિંહ ચુડાસમા તથા મહિલા પો.કોન્સ.કીરણબેન રામજીભાઇ ખટાણા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts