સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને લોકો પણ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે તે અંગે સતત ચિંતત હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.હાલમાં જ સાવરકુંડલા શહેરમાં જાહેર શૌચાલયો પર્યાપ્ત માત્રામાં નથી એવું ધારાસભ્યશ્રીને ધ્યાને આવતાં ખુદ શહેરની લટારે નીકળી શહેરની આ સંદર્ભે પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરતાં જોવા મળેલ. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર સાથે શહેરને પાયાની સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં કેમ મળે તે અંગે પણ ચર્ચા કરી હતી. જરૂરી સૂચનો પણ કર્યા હતા. હાલમા મેઇન બઝારમાં શાહીનો ખાંચા ખાતે આવેલી યુરીનલની પણ સર્પ્રાઇઝ વિઝીટ કરી હતી. આ ઉપરાંત મહિલાઓ માટે પણ શહેરમાં વિવિધ વિસ્તારમાં શૌચાલયો ઉપલબ્ધ કરાવવા માટે પણ પોતાની પ્રતિબધ્ધતા દર્શાવતાં જોવા મળેલ. પોતે આમજનતાના પ્રશ્ર્નોના ઉકેલ લાવવા માટે સતત ચિંતિત એવાં નોખી માટીના માનવી
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એટલે છેવાડાના માનવીની સમસ્યાના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ એવાં સેવા એ જ લક્ષ સાથે જનસમુદાયના સાચા લોકપ્રતિનિધિ.

Recent Comments