સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલ તમામ સરપંચશ્રીઓ અને સભ્યોને અભિનંદન પાઠવતા અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા
વર્તમાનમાં સમગ્ર રાજ્યમાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો આજ તા. 21.12.2021ના રોજ આવી ગયેલ છે ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારની વિવિધ ગ્રામ પંચાયતોમાં વિજયી થયેલ તમામ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ અભિનંદન પાઠવેલ છે અને સમગ્ર સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં શાંતિ પૂર્ણ મતદાન થી લઈ રિજલ્ટ સુધી સાથ સહકાર આપનાર તમામ જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, અધિકારીશ્રીઓ અને ગ્રામજનોનો સહૃદય આભાર વ્યક્ત કરેલ છે.
આ તકે સુરેશભાઈ પાનસુરીયાએ વધુમાં જણાવેલ છે કે, જીત અને હાર તો ચૂંટણીના પહેલું છે. આપણે સૌએ ચૂંટણીમાં બનેલ નાની-મોટી વાતો અને રાગ-દ્વેશને ભૂલી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” ના સૂત્રને અનુલક્ષી આપણા ગામનો સૌના સહકાર થી વિકાસ થાય અને છેવાડાના માનવી સુધી સરકાર શ્રીની વિવિધ યોજનાઓ નો લાભ પોહચે તે માટે સૌએ પ્રયત્નો કરવા નમ્ર અપીલ છે.
Recent Comments