અમરેલી

સાવરકુંડલા શહેરના બાયપાસ રોડ પર નબળી કામગીરીના અખબારી અહેવાલ બાદ  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જાત તપાસ કરી

સાવરકુંડલા શહેરના માથાના દુ:ખાવો સાબિત થયેલા બાયપાસ રોડ પર નબળી કામગીરીના અખબારી અહેવાલ બાદ  ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જાત તપાસ કરીને આર.એન્ડ.બી.ના અધિકારીઓને બોલાવીને કડક સૂચનાઓ આપવામાં આવેલ હતી સાથે ચોમાસા દરમિયાન વરસાદ થી પણ કોઈ ખાડા પડે તો તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની ખાસ સૂચના આપવામાં આવેલ હતી.અને વાહન ચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ના થાય તેની ખાસ બાયપાસ રોડ પર ધારાસભ્ય મહેશ કસવાળાએ  જાતે તપાસ કરી હતી ત્યારે બાયપાસ રોડ બે તબક્કા માં બન્યો હોય એક બાયપાસ રોડ બની ગયેલો એને 5 વર્ષ જેવો સમય ગાળો થઈ ચૂક્યો હોય જ્યારે બાકીનો બાયપાસ રેલવે ફાટકથી પોણો પોણો કિલોમીટર સુધી નવો બનાવવામાં આવેલો હતો.

જૂના રોડની અવધી પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની હોય ને એ જૂના બાયપાસ માર્ગના કામમાં કદાચ ચૂક રહી ગઈ હોય તો એની ઝીણવટ ભરી તપાસ કરવાનો હુકમ પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય કસવાળા એ કરાવ્યો હતો. ભ્રષ્ટાચાર ની ચાડી ખાતા બનેલા બાયપાસ રોડના નાળામાં ક્ષતિ અંગે અગાઉ પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા એ સચિવ કક્ષા સુધી રજૂઆતો કરીને જૂના નાળા તોડીને નવા નાળા બનાવવામાં ધારાસભ્ય કસવાળાએ ઉડીને આંખે વળગે તેવી જહેમત ઉઠાવેલ હતી. જ્યારે ચૂંટણી ટાઈમે આપેલ બાયપાસ માર્ગ નું વચન પાલન કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું ને ત્યારે રેલવે ફાટક થી લઈને પોણો પોણો કિલોમીટર બાયપાસ રોડની કામગીરી પર ધારાસભ્ય જાતે તપાસ કરતા તે વખતે પણ કોન્ટ્રાકટરોને નબળી કામગીરી ના થાય તેની ખાસ તકેદારી ખુદ ધારાસભ્ય કસવાળા રાખતા આવ્યા છે.

બાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના વરદહસ્તે બાયપાસ રોડ નું લોકાર્પણ કરીને પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતાની આગવી ઓળખ ધારાસભ્ય કસવાળાએ ઉભી કરી હતી જ્યારે બાયપાસ રોડ ની કામગીરીમાં ટૂંકા સમયમાં રોડ તૂટવાનો કે બેસી જવાના અખબારી અહેવાલ બાદ બાયપાસ રોડની સમીક્ષા કરવા પહોંચેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ પ્રજાના ટેકસના પૈસાનો ફાયદો પ્રજાને મળવો જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે અગાઉ 5 વર્ષ પહેલાં બનેલા બાયપાસ રોડ માં થોડા ખાડાઓ અંગે કોન્ટ્રાકટર ને તાકીદે સૂચના આપીને માર્ગ મેઇન્ટેનન્સ કરવા કોન્ટ્રાકટર ને કડક સૂચના ધારાસભ્ય મહેશ કસવાળાએ આપેલ હતી.

Follow Me:

Related Posts