સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરે સાડા ચાર આસપાસ વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. પોણી કલાક સુધી ઝરમર વરસાદ વરસ્યો.
સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજે સાડા ચાર આસપાસ વરસાદનું ઝાપટું વરસતાં રસ્તા ભીના થતાં જોવા મળ્યાં આમ તો આજે અમાવસ્યા અને એમાં પણ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથે કૃપા કરીને મેઘરાજાને વરસવાનો આદેશ આપ્યો હોય તેમ ધીમી ધારે ઝરમર ઝરમર વરસવાનો પ્રારંભ થયો . લગભગ પોણી કલાક વરસ્યો. છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો ઊંચે ચડતાં લોકો પણ ગરમીથી અકળાઈ ઉઠયા હતા. આજરોજ સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળેલ. પરંતુ બપોર બાદ વાતાવરણમાં વરસાદ સાથે ઠંડક પ્રસરી જવા પામી હતી. આમ તો ઘણાં સમયથી એક સારા વરસાદની જરૂરિયાત હોય જો વધુ સમય સુધી વરસે સુકાતી મોલાતને થોડી રાહત થાય. ખેડૂતોને પણ મુશ્કેલીમાં રાહત થાય એકંદરે સારો વરસાદ થાય તો ખેત મજુરી કરતાં શ્રમજીવી લોકોમાં રાહતની લાગણી અનુભવાય. હાલ વાતાવરણ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે.
Recent Comments