શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત ૯૫ માં જન્માષ્ટમી વાર્ષિક ઉત્સવ દર વર્ષની જેમ આઝાદી વખતની પરંપરાથી ઉજવાયો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓ સભ્યો અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવલ તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંદીપકુમાર ખડદિયા તથા પ્રિન્સિપાલ શ્રી દક્ષાબેન સરવૈયા તથા સુપરવાઈઝર શમાબેન શેખ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ જેમાં શાળા પરિવારના તમામ સ્ટાફગણ ઉપરાંત સચીનભાઈ પંડ્યા દ્વારા બાળકોને તાલીમ આપી કાર્યક્રમને પરંપરાગત દીપાવ્યો સમગ્ર કાર્યક્રમ જેમાં શ્રી એમ. એલ. શેઠ શાળાના બાળકોએ વ્યાયામના અલગ અલગ દાવ પેચ રજૂ કરી પરંપરાગત ઉત્સવની ઉજવણી કરી.તથા ધારાસભ્યશ્રીએ પોતાના પ્રવચનમાં એવું કહેલ કે શિસ્તની બાબતમાં ગુજરાતની નંબર વન સ્કૂલ કહી શકાય.
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત ૯૫ માં જન્માષ્ટમી વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

Recent Comments