સાવરકુંડલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સદભાવના ગ્રુપ દ્વારા આજરોજ દર વર્ષની માફક ખૂબ જ આસ્થા, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણપતિજીના આગમનને સત્કારવા માટે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. પૂરા આન બાન અને શાન સાથે ગણપતિજીની શાહી સવારીમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. આમ સાવરકુંડલા શહેરમાં આજરોજ ગણેશ મહોત્સવનો ગણપતિના આગમન અને સ્થાપન સાથે ભવ્ય પ્રારંભ થયો હતો.
સાવરકુંડલા શહેરમાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં સદભાવના ગ્રુપ દ્વારા આજરોજ દર વર્ષની માફક ગણેશ મહોત્સવ ઉજવાય છે એ નિમિત્તે આજરોજ ગણપતિજીના આગમનને સત્કારવા માટે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરના ભાવિકોએ ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Recent Comments