સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત અને બીડી કામદાર વિસ્તારને અડીને આવેલી શ્રી કે.કે હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક શ્રી ચેતનભાઇ ગુજરીયા વ્યાયામ શિક્ષક તરીકે પણ ફરજ બજાવતા હતા કે.કે. હાઈસ્કૂલની અંદર વિશાળ રમત ગમતનું મેદાન પણ ઉપલબ્ધ છે. વિસ્તારના શિક્ષિત યુવાનો અને ચેતનભાઇના પરસ્પર સંકલનથી અનેક યુવાઓને રમતગમત, રોજગાર તથા સરકારી નોકરી પ્રત્યે પ્રોત્સાહન અને માર્ગદર્શન મેળવતા રહેછે. મિત્રતાના નાતે તથા તમામ વિસ્તારવાસીઓ વતી વિસ્તારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વતી શ્રી ચેતનભાઇની કે.કે. હાઈસ્કૂલમાં આચાર્યના પદ પર નિયુક્તિ થતા અભિનંદન પાઠવ્યા..
આ તકે કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ અમરેલી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા શ્રી ડોક્ટર અલારખભાઈ કુરેશી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી ખાતે પ્રાંત યુવા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી અશરફ કુરેશી, પે સેન્ટર શાળા ખડસલી ખાતે સી.આર.સી તરીકે પરજ બજાવતા શ્રી મુસ્તાક જાદવ સનરાઈઝ સ્કુલ શિવાજીનગર ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી યુનુસ પરમાર બી.એસ.એફ.માંથી સેવા નિવૃત્ત થયેલ ફોજી હનીફ શેખ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઈમરાન મકવાણા અને વિસ્તાર સ્થિત મસ્જિદે ખદિજહ સમિતિના પ્રમુખ અયુબ ચૌહાણ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. એમ સોહિલ શેખની એક અખબારી યાદીમાં જણાવાયું હતું


















Recent Comments