આજરોજ સાવરકુંડલા શહેરમાં કે. કે. હોસ્પિટલમાં આવેલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્ર્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં એએનએમ સ્કૂલના વિદ્યાર્થીનીઓ, નર્સિંગ કોલેજનો સ્ટાફ, અર્બન સ્ટાફ તેમજ કે. કે. હોસ્પિટલના સ્ટાફની ઉપસ્થિતિમાં શિબિર તેમજ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં કે. કે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. ક્રિષ્નાબેન હરીયાણી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીના સાહેબ, ડો. વિવેક તરસરીયા, ડો. હિરલ ચાવડા, તાલુકા સુપરવાઈઝર સંજયભાઈ મહેતા, તાલુકા ટી. બી. સુપરવાઈઝર હિતેશભાઈ નિમ્બાર્ક, લેબ સુપરવાઈઝર વિજયભાઈ ઉપાધ્યાય, ટીબીએચ વી વિનોદભાઈ ખુમાણ, તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ. એમ ટાંક તથા વકીલ શ્રી આર. પી. મહીડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં કે. કે. હોસ્પિટલમાં આવેલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્ર્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

Recent Comments