સાવરકુંડલા શહેરમાં દિવાળીના પર્વ અનુસંધાને ફટાકડા ફોડતાં કે અન્ય કારણોસર આગ લાગે તો તેને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડ અને વ્યવસ્થા તંત્ર દ્વારા સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદનારણભાઈ કાછડીયાની ઉપસ્થિતમાં મોકડ્રીલ યોજાઈ.
સાવરકુંડલા શહેરમાં દિવાળી બસ હવે આવતીકાલે જ છે. એટલે દિવાળીના પર્વમાં ફટાકડા ફોડીને શહેરના લોકો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવે છે. એમાં પણ સાવરકુંડલા શહેરનો તો ફટાકડા માટેનો અનોખો ઈતિહાસ છે.. અહીં પરંપરાગત ઈંગોરિયાની લડાઈ પણ દિવાળીની રાત્રે મનાવીને લોકો આનંદ માણે છે. અને આ ઈંગોરિયાની લડાઈ પણ ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રમાઈ છે. આમ દિવાળીના પર્વમાં આગ ન લાગે એની સાવચેતી તો હોય છે છતાં પણ કોઈ સ્થળે સંજોગોવસાત આગ લાગી હોય તો તેને યુધ્ધના ધોરણે કાબૂમાં લેવાની કામગીરી ફાયર બ્રિગેડ અને વ્યસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવે છે
આ કામગીરી માટે તંત્ર પણ પોતાની સુસજ્જતાની તૈયારીની ચકાસણી કરવા તેમજ લોકજાગૃતિ કેળવવા માટે એક મોકડ્રીલનું આયોજન ગતરોજ કરવામાં આવેલ. આ મોકડ્રીલને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ફાયર બ્રિગેડ તથા સલંગ્ન તંત્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરી મોકડ્રીલ કરેલ. ગતવર્ષે મહુવા રોડ ખાતે એક ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી એવી ઘટના બને તો શક્ય તેટલી ત્વરિત ધોરણે આગને કાબુમાં લેવાની કવાયતની તૈયારી રૂપે મોકડ્રીલ એ ઘણું ઉપયોગી માધ્યમ છે. લોકોએ પણ હવે ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવી જોઈએ. અને આ પ્રસંગે શહેરીજનો આનંદથી ફટાકડા ફોડીને દિવાળી ઉજવે એવી શુભેચ્છાઓ પણ ધારાસભ્યશ્રી તથા સાંસદશ્રી દ્વારા પાઠવવામાં આવેલ.
Recent Comments