સાવરકુંડલા શહેરમાં નદી બઝાર અને મેઈન બઝારના ક્રોસિંગ પાસે પાણી ભરાઈ જવાના પ્રશ્નનો તંત્ર દ્વારા કોઈ હલ નીકળે તેવી લોક માંગ
નદી બઝાર અને સતત ટ્રાફિકથી ધમધમતા મેઈન બઝાર વચ્ચેના ક્રોસિંગ પાસે મેઈન બઝારથી નદી બઝાર તરફ જતા રોડ પર થોડોક પણ વરસાદ થાય એટલે પાણી ભરાઈ ગયા સમજો. આમ તો થોડા સમય પહેલાં આ નદી બઝારના આ ક્રોસિંગ રસ્તાને ચોમાસાના પાણી સામે પાર વહી જાય એવો ઢાળ આપવામાં આવેલ. પરંતુ ફરીથી તંત્ર દ્વારા જ્યારે ડામર પાથરી રસ્તાને નવસાધ્ય બનાવવામાં આવ્યો ત્યારે નદી બઝાર અને મેઈન બઝારનું આ ક્રોસિંગનું લેવલીંગ પાણી સામે પાર સરળતાથી વહી જાય તેવો ઢાળ ન હોય આ વિસ્તારના વેપારીઓને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડશે. આ રસ્તા પાસેથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને પણ આ રસ્તો ક્રોસ કરવામાં ચોમાસા દરમ્યાન ભારે હાલાકી ભોગવવી પડશે. તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ યોગ્ય કાર્યવાહી કરી કરવામાં આવે તો આ વિસ્તારના વેપારીઓ, ગ્રાહકો, રાહદારીઓ અને વાહનચાલકોને રાહત થાય..
Recent Comments