અમરેલી

સાવરકુંડલા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

આજરોજ સાવરકુંડલા ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ની હેઠળ   એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કાણકીયા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તિરંગા યાત્રા કાણાકીયા કોલેજ થી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો માં ફરી હતી જેમાં શહેરના નાગરિકો દ્વારા પુષ્પ વર્ષા કરીને તિરંગા યાત્રાને વધાવી હતી.આજની આ ભવ્ય તિરંગા યાત્રાએ સાબિત કર્યું કે સાવરકુંડલાના લોકો દેશપ્રેમથી ઓતપ્રોત છે. આવી યાત્રાઓ દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી શકાય. સમગ્ર યાત્રા દરમિયાન જય હિન્દ અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ની આગેવાની માં નગરપાલીકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી,ઍ.એસ.પી. વલય વૈધ તેમજ મામલતદાર શ્રી ચીફ ઓફિસર , આર.એફ.ઓ. ની વિશેષ ઉપસ્થિતિમાં વહીવટી તંત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, નગરજનો, પોલીસ પરિવાર, હોમગાર્ડ, ભાજપ પરિવાર સહિત વિવિધ સમાજના લોકો શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ભારત માતાના જયઘોષ સાથે ભવ્ય તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Posts