સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છત તોકતે વાવાઝોડામાં ઉડી તે ઉડી. હાલ પણ આ પેટ્રોલપંપે છત ન હોય લોકો ખુલ્લા આકાશ નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા મજબૂર.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છેલ્લા તોકતે વાવાઝોડા દરમિયાન છત ઉઠી ગયેલ. હજુ સુધી તોકતે વાવાઝોડાને પણ બે વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં એ છત ગઈ તે ગઈ.. હાલ તો લોકો વરસાદ હોય ટાઢ હોય કે કાળો તડકો હોય એ ખુલ્લી છત નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવતાં જોવા મળે છે. જો છત હોય તો શાંતિથી ખાસકરીને લાઈન હોય ત્યારે પ્રતિકૂળ વાતાવરણમાં લોકોને આ પેટ્રોલપંપે ઈંધણ ભરાવતા સમયે થોડી રાહત રહે. તો આ સંદર્ભે યોગ્ય વ્યવસ્થા થાય તેવું અહીં ઈંધણ પુરાવતાં વાહનચાલકો ઇચ્છી રહ્યા છે.
Recent Comments