fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓવાળા પેમ્પેલેટનું વિતરણ 

ગતરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન ખાતે આવતાં જતાં મુસાફરોને ગ્રાહક જાગૃતિ સંદર્ભે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તૈયાર કરાયેલા પેમ્પેલેટનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ વ્યવસ્થા માટે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી તથા બિપીનભાઈ પાંધીએ ટ્રેનમાં મુસાફરી કરી આવતાં જતાં મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓ વિશે પણ મૌખિક તથા પેમ્પેલેટનું વિતરણ કરીને ગ્રાહક જાગૃતિ કેળવવા અપીલ પણ કરી હતી.

આમ તો હવે સાવરકુંડલા શહેરમાંથી વિદ્યુત એન્જિન સંચાલિત ટ્રેન પસાર થાય છે એટલે પર્યાવરણ ક્ષેત્રે પણ સાવરકુંડલા રેલવે સ્ટેશન સતત સતર્ક છે એની પ્રતીતિ પણ થઈ રહી છે. જો કે ગતરોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં અહીં સાવરકુંડલા શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતાં અને આકાશમાં વીજળી અને ગડગડાટ થતો પણ જોવા મળેલ. જો કે અહીં રેલવે સ્ટેશન ખાતે પૂરતાં પ્રમાણમાં શેડની વ્યવસ્થા હોય મુસાફરોને પણ વરસાદ સમયે રક્ષણ મળે છે.

Follow Me:

Related Posts