સાવરકુંડલા શહેરમાં શબદ ગ્રુપ દ્વારા શરૂ થયેલ અમરત પિયાલા પુસ્તક વાંચન અભિયાનની યાત્રા અવિરત શરૂ..
વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે વધુમાં વધુ વાંચકો પુસ્તક વાંચનનો લાભ લે તેવી જાહેર જનતાને હાર્દિક અપીલ કરવામાં આવી. “શબદ”ગૃપ દ્વારા શરૂ થયેલ અને નિયમિત રીતે મહિનાના બીજા અને ચોથા રવિવારે યોજાતા “અમરત પિયાલા’ પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૧૩ શ્રી વાટલિયા પ્રજાપતિ બોર્ડીંગમાં પુસ્તક પ્રેમી મિત્રો અને ‘શબદ મિત્રો’ના સમન્વયથી યોજાય હતી.જેમાં જીત એજ્યુકેશન એન્ડ પબ્લિક ટ્રસ્ટના પ્રમુખશ્રી જીતુભાઇ મહિડાના પિતા સ્વ.રામજીભાઈ મહિડાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને જીતુભાઇ મહિડા દ્વારા ‘શબદ’ ગ્રુપની આ પ્રવુતિને પુસ્તક માટે આર્થિક પ્રોત્સાહન આપી બિરદાવવામાં આવી હતી. શબદ મિત્ર શૈલેષભાઇ અને અમિતભાઇની જહેમતથી આ શૃંખલા સફળ રીતે યોજાય હતી. જેની તસવીરી ઝલક . “આ કાર્યક્રમ નિયમિત યોજાતો રહેશે.
Recent Comments