સાવરકુંડલા શહેરમાં હાલ ભારતીય ચલણના રૂપિયા પાંચ અને દસની નોટની અછત જોવા મળે છે. આ સંદર્ભે બેંકો દ્વારા ગ્રાહકો અને વેપારીઓને પાંચ અને દસની નોટોનું વિતરણ પુરતા પ્રમાણમાં કરવું જોઈએ. હાલ માર્કેટમાં ફરતી પાંચ અને દસની નોટો ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે વળી ફાટેલી અને ગંદી નોટો લોકોને ઉપયોગમાં લેવા વિવશ થવું પડે છે. તો પાંચ અને દસની નોટોની તંગી નિવારવા શહેરની તમામ બેંકો દ્વારા પૂરતાં પ્રમાણમાં વેપારીઓ તથા બેંકના ખાતેદારોને પાંચ દસની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ એવી લોક લાગણી પ્રવર્તે છે.
સાવરકુંડલા શહેરમાં હાલ ભારતીય ચલણની રૂપિયા પાંચ અને દસની નોટોની માર્કેટમાં અછત જોવા મળે છે.

Recent Comments