સાવરકુંડલા સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં બેગલેસ ડે અંતર્ગત સ્પોર્ટસ દિવસ અને આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા સરકારી પે સેન્ટર શાળા નંબર એક ખાતે બેગલેસ ડે અંતર્ગત સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બધાજ બાળકોને અલગ અલગ સ્પર્ધાઓ તેમજ રમતો રમાડવામાં આવી હતી વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી સ્પર્ધા, કોથળા દોડની હરીફાઈ, દડો પસાર રમત, રૂમાલ ઉપાડની રમત, રસાખેચ, દોરડા કુદ, ચેસની રમતો વગેરે રમતો રમાડવામાં આવી હતી આરમતો દ્વારા બાળકોના શારીરિક માનસિક વિકાસને વેગ મળે અને બાળકોને વિચાર શક્તિ, નિરીક્ષણ શક્તિ, અવલોકન શક્તિની ખીલવણી થાય આજના મોબાઈલ યુગમાં શારીરિક પ્રવૃત્તિનું પ્રમાણ ખૂબજ ઓછું થઈ ગયુંછે ત્યારે આ રમત ગમત અને સ્પર્ધાઓ બાળકોના શારીરિક કૌશલ્યના વિકાસ માટે અત્યંત આવશ્યક અને આશીર્વાદરૂપછે તમામ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા બેગલેસ ડે એજ્યુકેશનની જોગવાઈ અંતર્ગત પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ભવ્ય આનંદમેળાનું આયોજન થયેલ જેમાં ધોરણ છ થી આઠ ના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ બાળકોએ ભૂંગળા બટેટા, ચિપ્સ, વરિયાળી શરબત, પકોડા, સમોસા, લચ્છી , પાઉભાજી, દાબેલી, દહીપુરી, પાણીપુરી, ચણા જોર ગરમ, ભેળ, લીંબુ શિકંજી, ફાલુદા જેવી વાનગીઓ અને પીણા તૈયાર કર્યા હતા શાળાના તમામ બાળકો અને શિક્ષકોએ આનંદમેળાને મન ભરીને માણ્યો હતો બાળકો શિક્ષણની સાથે સાથે આવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન નિર્વાહ માટેના કૌશલ્યોનો વિકાસ કરી શકે એ માટે શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ આનંદમેળાનું આયોજન કરેલ હતું શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોએ ઉત્સાહસભેર આનંદમેળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Recent Comments