સાવરકુંડલા સુવર્ણ કુંડલાને દ્વારે. બીડી કામદાર અને મણીનગર વિસ્તારને જોડતો નાવલી નદી પરનો હંગામી પુલ તૈયાર થવાની પળોમાં દૂરિયાઁ નજદિકિયાઁ બન ગઈ અજબ ઈતેફાક હૈ..!
સાવરકુંડલા શહેર સ્વર્ણિમ વિકાસના દ્વારે. સાવરકુંડલા શહેરમાં આવેલ મણીનગર અને બીડી કામદાર વિસ્તારને જોડતો નાવલી નદી પરનો હંગામી પુલ માત્ર ત્રણ દિવસની અથાગ મહેનતથી તૈયાર થવાની સ્થિતિમાં. આ હંગામી બ્રીજ બનતાં સાવરકુંડલા એસ. ટી. ડેપો કે મહુવા રોડ તરફથી સાવરકુંડલા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે બંને કોલેજ, કે. કે. હાઇસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, ગુરૂકૂળની શાળાઓ ટેકનીકલ સ્કૂલ તેમજ વિદ્યુત નગર, ફ્રેન્ડસોસાયટી, ભાવના સોસાયટી, કર્મચારી સોસાયટી, તેમજ હાથસણી રોડ પર વસતાં ત્રીસ થી ચાલીશ હજાર નાગરિકોને એસ ટી ડેપો, મહુવા રોડ, મામલતદાર કચેરી કોર્ટ કે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર તરફ જવા માટે બે કિલોમીટર જેવાં અંતરનો નોંધપાત્ર ઘટાડો થશે.
ખાસકરીને વિદ્યાર્થીઓ માટે તો આશીર્વાદ સમાન વ્યવસ્થા. આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ ધ્યેય સુધી પહોંચાડવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન તથા સમગ્ર નગરપાલિકા ટીમની શુભભાવના તથા સોહીલ શેખ નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ, મનોજભાઈ પાંડે તથા આ વિસ્તારના વાલ્વવમેન તેમજ આ પડકારજનક કાર્યને પોતાનું જ કાર્ય સમજી ઘરની માફક આ હંગામી પુલ નિર્માણ માટે ઉપસ્થિત અડચણો દૂર કરવા માટે ભગીરથ સ્તુત્ય પ્રયાસ તથા તમામની કર્મભક્તિને સહ્રદયી આવકારદાયક ગણાય. આ કાયમી પાકા પુલનું નિર્માણ પણ ધારાસભ્યની કૂનેહ અને દીર્ઘદર્ષ્ટિથી ખૂબ ટૂંકા સમયમાં જ સાકાર થશે એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ પુલનું નિર્માણ થતાં લોકોના પૈસા અને સમયની બચત થશે તેમજ વાહનવ્યવહાર પણ ટૂંકા અંતરે આવાગમન થતાં શહેરનું પ્રદુષણ પણ ઘટશે.. આમ ગણીએ તો આ નિર્ણયને ઐતિહાસિક નવભારતના નવનિર્માણ સમો જ ગણી શકાય. આ વિસ્તારની સવિસ્તર સમજ લેવા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ સ્થળ પર ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત લઈને તમામ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ખાસકરીને ખૂબ જ ટૂકા સમયમાં પાણીવિતરણ વ્યવસ્થાનું યોગ્ય નિરાકરણ કરવું એ માટે સંલગ્ન તંત્ર વાલ્વવમેનની કૂનેહ તેમજ આ વિસ્તારના નાગરિકોને પુરતો પાણી પુરવઠો મળી રહે તે માટેની જહેમત પણ ખરેખર કાબિલેતારીફ છે
Recent Comments