અમરેલી

સાવરકુંડલા હવે દિવાળી દેખાવાની શરૂઆત થઈ.

સાવરકુંડલા શહેરમાં હવે દિવાળી દેખાઈ.. આમ તો આજના ઝડપથી બદલતાં સમયના વહેણમાં ટેકનોલોજી દિનપ્રતિદિન અપગ્રેડ થતી હોય ઘરવખરીની ઘણી ચીજો લોકો બદલતાં હોય છે. વેપારીઓ પણ એક્સચેન્જ જૂનું આપી જાવ અને નવું લઈ જાવના સૂત્ર સાથે દિવાળીના દિવસો દરમિયાન પોતાની અનેક આઈટમ વેચવા માટે સ્પર્ધા કરી રહ્યા હોય છે.

એટલે આમ ગણીએ તો દિવાળીના દિવસો ભારતીય અર્થતંત્રને પણ એક અનોખો બુસ્ટર ડોઝ આપતો હોય છે. હાલ સોના ચાંદીના વેપારી, કટલેરી, ગારમેન્ટસ, તેમજ  દિવાળી સમય દરમિયાન અવનવી સ્કીમો દ્વારા વેચાણ કરતાં વેપારીઓ પણ જોવા મળે છે. આમ હવે દિવાળી ખૂબ ઢુકડી આવતાં વેપારી વર્ગ  પણ છેલ્લા પાંચ છ દિવસ વેપાર જામશે એવી આશા સેવી રહ્યો  છે.

દરેક દુકાન કે મોલ કે શો રૂમમાં અવનવી વેરાઇટીઓનો ખડકલો થતો જોવા મળેલ છે. દિવાળી અનુસંધાને વિશેષ સેલ પણ ભરાતા જોવા મળે છે. ફટાકડા, કટલેરી, ગારમેન્ટસ, અવનવા ફરસાણ બનાવવાની ખાદ્ય ચીજવસ્તુઓ દુકાનોમાં જોવા મળે છે તો ખરીદી કરનાર વર્ગની ખરીદી પણ ધીમે ધીમે વધતી જાય છે એમાં પણ દિવાળીના દિવસો હોય એટલે ઓફિસ દુકાન મકાન વગેરે સ્થળોએ વિવિધ પ્રકારના સુશોભન થતાં હોય છે. આ સંદર્ભે પણ દુકાનોમાં આવી સુશોભનની વસ્તુઓનુ વેચાણ પણ થતું જોવા મળે છે. જેમાં પણ ખાસકરીને વિવિધ રંગબેરંગી લાઈટિંગ દર્શાવતી ઈલેકટ્રીક સિરીઝોથી રાત્રે ઘર દુકાનની શોભા વધી જાય છે.

Related Posts