સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.હતું સાવરકુંડલા નગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ના કર્મચારીઓ પણ સાથે જોડાઈ ને શહેરના મુખ્યમાર્ગો પર સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કોલેજ કેમ્પસથી પ્રિન્સિપાલ ડૉ.એસ.સી.રવિયા દ્વારા કરાવવામાં આવ્યું હતું તેમજ જે.વી.મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સમાપન કરવામાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતાં એફ.વાય., એસ.વાય., ટી.વાય.બી.એ અને બી.કોમ.નાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયાં હતાં કોલેજના NSS સ્વયં સેવકો તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ.આશિષ ચૌહાણ તેઓએ સંયોજન કર્યું કોલેજનો સમગ્ર સ્ટાફ રેલીમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
સાવરકુડલા આર્ટસ અને કોમર્સ કોલેજના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Recent Comments