સાવર કુંડલા શહેરમા આવેલ એટીએમ માંથી રકમ નહીં મળતાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમરેલીમાં કેસ ચાલી જતાં ફરિયાદીને પૈસાચૂકવવા એસ. બી. આઈ. સ્ટેશન રોડ સાવરકુંડલાને આદેશ
સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા આસો-પાલવ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જયંતિભાઈ દવે સાવર કુંડલા શહેરમા આવેલ એટીએમ માંથી રૂપિયા ૧૦૦૦૦ ઉપાડવા માટે એટીએમ નો ઉપયોગ કરેલ. સ્લીપ નીકળી પરંતુ રૂપિયા ન નીકળતાં એસ બી. આઈ. સ્ટેશન રોડ પર આવેલ એસ બી. આઈ. કે જેના તેઓ ખાતેદાર છે. ત્યાં ફરિયાદ કરી કે એટીએમ મશીન દ્વારા ફક્ત સ્લીપ નીકળી છે. પરંતુ રોકડ રકમ રૂપિયા ૧૦૦૦૦ નીકળેલ નથી. આ સંદર્ભે બેંકમાંથી તેને એકાદ બે દિવસમાં આપની આ રકમ આપના ખાતામાં જમા થઈ જશે તેવી વાત કરવામાં આવેલ. પરંતુ દિવસો વિત્યા છતાં પણ એ એટીએમ દ્વારા સ્લીપમા દર્શાવેલ રકમ નહીં મળતાં અહીં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમરેલીમાં ફરિયાદ કરેલ. આ ફરિયાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ હેઠળ તારીખ ૩૦-૪-૨૦૧૯ ના રોજ કરવામાં આવેલ. જેનો કેસ ચાલી જતાં તારીખ ૧૦-૫-૨૦૨૨ ના રોજ ફરિયાદી વિજયભાઈ જયંતિભાઈ દવેને સાવરકુંડલા એસ. બી. આઈ. દ્વારા અરજીની તારીખથી જ્યાં સુધી ન ચૂકવાય ત્યાંસુધી રૂપિયા ૧૦૦૦૦ હજાર ૬ ટકા વ્યાજ સાથે અને ફરિયાદીને થયેલ માનસિક શારીરિક ત્રાસ અને અરજી કરવા પેટે થયેલ ખર્ચ પેટે રૂ ૧૦૦૦ ચૂકવવા એસ. બી. આઈ. સ્ટેશન રોડ સાવરકુંડલાને આદેશ કરેલ છે..
આમ ગ્રાહકની જાગૃતિ અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનો અથાગ મહેનત લેખે લાગી.. આમ પણ પોતાના અધિકારો વિશે જાગૃત થવું એ પણ આજના સમયમાં ખૂબ આવશ્યક છે.Attachments area
Recent Comments