ગુજરાત

‘સાસુ સદ્ધર તો જમાઈ અદ્ધર’, ચૂંટણીમાં જમાઈની જીત થઈ તો સાસુએ ખભે બેસાડીને નચાવ્યા

વર્ષોથી ચુંટણીની તૈયારી કરતા હોઈ અને એ ચુંટણીમાં જીતી જઈએ ત્યારે આનંદનો કોઈ પાર જ રહેતો નથી. દરેક કદમ પર સાથે ઉભા રહેતા કાર્યકર્તાઓ પર ખુબ હર્સોલાસથી ઉજવણી કરતા હોઇ છે. હમણા થોડા સમય પહેલા જ ગ્રામપંચાયતની ચુંટણીની જાહેરાતો થઈ હતી. એ બાદ ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કેટલીક આશ્ચર્ય જનક ઉજવણીઓ સામે આવી છે. રાજ્યમાં દરેક ગામડાઓમાં ચુંટણીની ઉજવણીઓ જુદી જુદી રીતે થતી હોઈ છે. ત્યારે ખુબ જ અલગ રીતે ઉજવણી કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ખૂબ જ રસપ્રદ અને મજાક મસ્તી ભર્યો છે. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચવામા સફળ રહ્યો છે. લોકો વિડીયો જોઈને જુદી જુદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. વિડીયોમાં સાસુ તેના જમાઈને પોતાના ખભા પર બેસાડીને નાચી રહ્યા છે. પોતાના એકનો એક જમાઈ ચુંટણીમાં વિજય પામતા તેની સાસુની ખુશીનો કોઈ પાર રહ્યો નોહ્તો.

Related Posts