સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૩ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી
અમરેલી રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અન્વયે જિલ્લામાં સાહસિક પ્રવૃતિઓના તાલીમ કોર્ષ માટે ઈચ્છુક યુવક-યુવતીઓ માટે પાંચ દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. યુવાનોમાં સાહસિકતાના ગુણો વિકસે અને આવી પડેલ પુર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલીન સમયમાં જિલ્લાના યુવાનોની જેતે જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી, સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઈચ્છુક યુવક-યુવતીઓ માટે નિવાસી શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરમાં સ્થાનિક યુવક યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૩૧/૧૨/૨૦૨૧ નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેમણે કચેરીના બ્લોગપોસ્ટ dsoamreli.blogspot.com પરથી અથવા જિલ્લા રમત ગમત કચેરી, અમરેલી પરથી રૂબરૂ ફોર્મ મેળવી શકશે. જેમાં યુવક-યુવતીઓએ પોતાનું નામ-સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એન.સી.સી/પર્વતા રોહણ/રમતગમત/ સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાક્તરી પ્રમાણપત્ર, વાલીનું સંમતિ પત્રક, તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખ કાર્ડ અને અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી સાથે જોડવાણી રહેશે. અરજી કરવા માટેની છેલ્લી તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, રૂમ નંબર ૧૧૦-૧૧૧, અમરેલી ને મોકલી આપવાની રહેશે.
અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવી. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૪૦ યુવક યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન / પત્ર / ટેલીફોનીક દ્વારા જાણ કરવામાં આવશે. આ માટે કોઈ પત્ર વ્યવહાર કે વાદ વિવાદ કરી શકાશે નહિ. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવશે.
Recent Comments