સિદ્ધપુર તાલુકાનાં ખોલવાડા ગામથી વડીયાપરા થઇ હોટલ મેનેજમેન્ટ કોલેજ જવાનાં રોડ ઉપર ડમ્પર ચાલકે રિવર્સ લેતાં એક વ્યક્તિને ટક્કર મારતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાનાં વડીયાપરા થઇને હોટલ મેનેજમેન્ટ કોલેજ જવાનાં રોડ ઉપર રોડનું તથા સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ ચાલુ હોવાથી આ સાઇટ ઉપર બળદેવજી રાજપૂત નામનાં વ્યક્તિ સુપરવાઇઝર તરીકે કામ કરતાં હોવાથી બપોરે એક ડમ્પર જીએસબી મટીરીટલ ખાલી કરવા આવેલું હતું.
ચાલકે ડમ્પરને રિવર્સ લેત પાછળ રોડની સાઇડમાં ઉભેલા બળદેવજી રાજપુતને ટક્કર મારતાં તેઓ રોડની સાઇડમાં સંરક્ષણ દિવાલનાં ચાલતા કામમાં ઉભા કરેલા ખીલાસરીનાં સળીયા ઉપર પડતાં તેમનાં પેટમાં લોખંડનો સળીયો ઘુસી જતાં તેને અત્રેનાં લોકોએ બળદેવજીને શરીરમાં ઘૂસી ગયેલા સળીયા બહાર કાઢી સિધ્ધપુરનાં સરકારી દવાખાને લઇ જવાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું બળદેવજી રાજપૂત (ઉ.વ.૫૦) રે. ગણેશપુરા તા. સિધ્ધપુરનાં મોત અંગે મહેન્દ્રસિંહ રાજપુત રે. ગણેશપુરા તા. સિધ્ધપુર વાળાએ ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.


















Recent Comments