રોયલ ફેમિલીની પ્રિન્સ હૈરી અને મેગન માર્કલના ૯૦ મિનિટના ઇન્ટરવ્યૂ પર સિમી ગ્રેવાલે એક ટ્વીટ કર્યુ હતુ બસ ત્યારથી આ મામલાએ જાેર પકડ્યું છે. સિમીએ મેગન માર્કલને ઇવલ કહ્યુજાે કે પાછળથી સિમીએ તે પાછુ લેવુ પડ્યુ હતુ. જાે કે આ સમગ્ર ઘટનાક્રમ પછી ઓપરા વિનફ્રેના ઇન્ટરવ્યુ પર સિમીએ ટ્વીટ કર્યુ છે જેમાં તેણે મેગન માર્કલને ઘર તોડનારી મહિલા કહેતા ચકચાર મચી ગઇ છે. સિમીએ એક આર્ટિકલ શેર કર્યો છે જેમાં મેગનની એક દોસ્તનો ઇન્ટરવ્યૂ છે. આર્ટીકલમાં મેગનની દોસ્તે કહ્યુ કે એકટ્રેશ હમેશા રોયલ પરિવારથી પ્રભાવિત રહે છે. આ આર્ટિકલને શેર કરીને સિમીએ લખ્યુ કે આમતો ખુબજ તથ્ય છે શરૂઆત કરવાથી તમે તેને વાંચો. કેમક હું તે મહિલાની ઇજ્જત કરતી નથી.
તે સહાનુભૂતિ મેળવવા માટે રંગભેદ પર પ્રહાર કરી રહી છે. મને મેગનના કહેલા એક પણ શબ્દ પર વિશ્વાસ નથી. તે પોતાને પીડિત દર્શાવવા માટે ખોટુ બોલી રહી છે. પરિવાર અને લગ્ન ટકાવી રાખવા માટે વર્ષો લાગે છે ભરોસો મેળવવા સદીઓ વીતી જાય છે. જાે કે રોયલ પરિવાર પર પ્રહાર કરતા ટિ્વટર યૂઝર્સે સિમીનો બરાબરનો ક્લાસ લીધો હતો. ત્યારે તેણે પોતાના ટ્વીટથી પોતાના શબ્દ પાછા ખેંચી લીધા. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ કર્જની આ એક્ટરની મજાક ઉડાવી રહ્યા છે.
કેટલાકે કહ્યુ કે મેગનની રોયલ લાઇફ જાેઇને તેને બળતરા થઇ રહી છે. જાે કે આ પહેલી વખત નથી કે સિમીએ રોયલ ફેમિલી પ્રત્યે પોતાના વિચાર વ્યક્ત કર્યા હોય. આ પહેલા પ્રિન્સ હૈરી અને મેગને રોયલ પરિવારથી બહાર નીકળવાની વાત કરી ત્યારે સિમીએ ટ્વીટ કરીને લખ્યુ કે ઇતિહાસ પુનરાવર્તન કરે છે. ડ્યુક ઓફ વિંડસરે અમેરિકી તલાકશુદા સાથે લગ્ન કર્યા.
Recent Comments