સિહોર તાલુકાના પીપરલા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભાવભર્યું સ્વાગત
ભાવનગરના સિહોર તાલુકાના પીપરલા ગામમાં આજરોજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ‘મેરી કહાની મેરી ઝુબાની’ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું સાથોસાથ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ જેમ કે આવાસ યોજના, અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી લાભાન્વિત કરાયાં હતાં. ધરતી કરે પુકારના નાટક દ્વારા ગ્રામજનોને પ્રાક્રુતિક ખેતીના મહત્ત્વની સમજણ આપવામાં આવી. સાથોસાથ પ્રાકૃતિક ખેતીના ફાયદા વિષે વિસ્તૃત જાણકારી વકતૃત્વ દ્વારા રજુ કરવામાં આવ્યું. આ તકે સરપાંચશ્રી ગીતાબેન મકવાણા તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments