સીંગતેલના અને કપાસિયા તેલમાં ભાવ ફરી વધ્યા, આગામી સમયમાં ડબ્બાના 3000 થઈ શકે છે
યુદ્ધના પગલે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં ભડકો આ પહેલાં જ થયો છે. ત્યારે ફરી તેલના ભાવ ઊંચકાયા છે. આજે ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો 50થી 60 રૂપિયાનો વધારો થયા છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રીટેલમાં 30 ક્વિંટલ જ્યારે હોલસેલમા 500 ક્વિંટલ નો જથ્થો સંગ્રહ કરી શકાશે. ઓડિબલ ઓઈલ સીડ ના 100 ક્વિંટલ રીટેઈલ જ્યારે હોલસેલમા 2000 ક્વિંટલ જથ્થો રાખી શકાશે. પરંતુ તેલની આયાત આ યુદ્ધના કારણે અટકી ગઈ હોવાથી આ ભાવ વધી રહ્યા છે તેવું વેપારીઓ કહી રહ્યા છે. છૂટક જથ્થાબંધ અને ડરને કંટ્રોલમાં રાખવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય ખાધતેલની સંગ્રહખોરી બાબતે લીધો છે પરંતુ સંગ્રહ ખોરી ચાલુ જ રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 2530થી વધીને 2580 થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ રુપિયા 60નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520થી વધીને 2580 રુપિયા થયો છે. આગામી સમયમાં આજ સ્થિતિ રહી તો ડબ્બે 3000 ભાવ પહોંચી જશે.
Recent Comments