fbpx
ગુજરાત

સીઆર પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું ગુજરાતમાં મહાઠગ આવે છે જનતા સાવધાન રહે:સીઆર પાટીલ

સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં આપ અને કોંગ્રેસ પર સીઆર પાટીલે આકરા પ્રહાર કરતા ખળભળાટ મચ્યો છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા શબ્દોમાં વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે, એક મહાઠગ ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે? પાટિલે જણાવ્યું હતું કે, હવે જ્યારે એમનો ઉલ્લેખ કરો ત્યારે માત્ર ઠગ જ કહેજાે. મહાઠગની એક પણ સીટ પર ડિપોઝિટ ન બચવી જાેઈએ. મહાઠગની ડિપોઝીટ ન બચે એ આપણે જાેવાનું છે. પાટિલે ઉમેર્યું હતું કે, દેડકાઓ ડ્રાઉ-ડ્રાઉ કરતા-કરતા આવી જાય છે, એમ કેટલીક પાર્ટીના દેડકાઓ આવી જાય છે. તેમ ગુજરાતમાં મહાઠગ આવી રહ્યા છે. ઠગ મફતની ઓફર કરે છે. પરંતુ મારે તેમણે જણાવવાનું છે કે, ગુજરાતને મફતનું કઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં થાય. પાટીલ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અહીં નેટવર્કના ઇસ્યુ છે ત્યાંથી પણ જજાે. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જાેઈ કેટલાય ના છાતીના પાટિયા બેસી ગયા હશે.

નરેન્દ્ર મોદીના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે. પાટિલે જણાવ્યું કે, બીજેપીનો એકેય કાર્યકર એક પણ રજા પર ન હતો. ચૂંટણી સામે રજા પાડે એ કાર્યકરોના લોહીમાં નથી. સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, બીજેપી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકામાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેજકિમીટીની સભા અને રેલીનું આયોજન કરાયું છે. જેમાં પાટિલ સહિત ભાજપના નેતાઓ તબીબ, વકિલ, સાધુ તમામ લોકો સાથે મુલાકાત કરશે. પેજ કમિટીના સભ્યો સાથે કાર્યકરોની વ્યથા લેખિત સ્વરૂપે આપી શકશે. આખા જિલ્લા.માં.મહાનુભવોની પ્રતિમા પણ લગાવવામાં આવશે. પાટીલે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીએ કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ આપી છે. ૧૦૦ ગ્રામ દૂધ અને બિસ્કિટ આપવામાં આવશે. માંડવીમાં પણ ભાજપ આવશે. ગઠબંધન કરનારી પાર્ટી એ વાત સાબિત કરે છે કે પોતે વિક છે. આપની ખલીસ્તાની માનસિકતા છે. બિટીપીની પણ એવી જ ઇમેજ છે. સુરતમાં સીઆર પાટીલ સ્થાનિક કાર્યકરો, સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે ૧૩ જેટલી બેઠકો કરી રહ્યા છે. જેમાં જિલ્લાની સ્થાનિક સમસ્યાઓની રજૂઆતો સાંભળવા ઉપરાંત મિશન ૨૦૨૨ના આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. સાથે સાથે રેલી પણ યોજાશે.

કુલ ૧૩ થી વધુ બેઠકો યોજી કાર્યકરોને મળશે. પ્રદેશ અધ્યક્ષ સ્થાનિક કાર્યકરો સહિત સામાજિક અને ધાર્મિક આગેવાનોને મળશે જે તે જિલ્લાની સ્થાનિક રજુઆત અને કાર્યક્રમો અંગે વાત કરશે. ભાજપના કાર્યકરોની વચ્ચે પહોંચી ઉત્સાહ વધારશે. કાર્યકરોની વાત સાંભળવા સાથે તેમને માર્ગદર્શન આપશે જે તે જિલ્લાના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરશે.ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું મિશન ૨૦૨૨ વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ આજે સુરત જિલ્લામાં કાર્યક્રમ યોજાયો છે. જેમાં પેજ પ્રમુખોના સંમેલન સાથે ભાજપ અધ્યક્ષ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાઠગ ગુજરાત આવે છે, ગુજરાતની જનતા તેનાથી ચેતીને રહેજાે.

Follow Me:

Related Posts