બોલિવૂડ

સુપર સ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ અંગે મોટું અપડેટ સામે આવ્યું

અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને ભારતીય સિનેમાના બે પીઢ અભિનેતા છે. બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને જ્યારે પણ બંને સ્ક્રીન પર આવે છે ત્યારે ફેન્સ તેમને ખૂબ પસંદ કરે છે. હવે આ બંને કલાકારો ૩૩ વર્ષ પછી એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. બંને થલાઈવર ૧૭૦ નામની ફિલ્મમાં જાેવા મળશે. થોડા સમય પહેલા ટિ્‌વટર પર અમિતાભ સાથેની એક તસવીર શેયર કરતી વખતે, રજનીકાંતે કહ્યું હતું કે તેઓ વર્ષો પછી ફરીથી બિગ બી સાથે કામ કરીને ખૂબ ખુશ છે. હવે આ બંનેની ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.. ન્અષ્ઠટ્ઠ પ્રોડક્શને ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન અને રજનીકાંતની એક તસવીર શેયર કરી છે. બિગ બી ફોનનો ઉપયોગ કરતા જાેવા મળે છે

અને રજનીકાંત ખભા પર હાથ રાખીને ફોન તરફ જાેતા જાેવા મળે છે. આ બંનેની તસવીર ખૂબ જ સુંદર છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફોટો શેયર કરતા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. પ્રોડક્શન હાઉસે લખ્યું, “જ્યારે સુપરસ્ટાર શહેનશાહને થલાઈવર ૧૭૦ના સેટ પર મળ્યા હતા. ૩૩ વર્ષ પછી રિયુનિયન. આ ફિલ્મમાં અનુભવીનો ડબલ ડોઝ જાેવા મળશે.” રિપોર્ટ્‌સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.. તમને જણાવી દઈએ કે, બંને છેલ્લે ફિલ્મ ‘હમ’માં સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ ૧૯૯૧માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન મુકુલ એસ આનંદે કર્યું હતું. આ ફિલ્મમાં બિગ બી અને રજનીકાંત સાથે ગોવિંદા પણ જાેવા મળ્યો હતો. કહેવાય છે કે લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને તેણે બોક્સ ઓફિસ પર ૯.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Related Posts