fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આસારામને જામીન આપ્યા નહીં

સુપ્રીમ કોર્ટે સગીરા સાથેના બળાત્કારના મામલે જાેધપુર જેલમાં કેદ આસારામ બાપુને મોટો ઝાટકો આપ્યો છે. આસારામે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટે આસારામની અરજી પર સુનાવણી કર્યા બાદ જામીન આપવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં હજુ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. હવે આ જામીન અરજી મામલે જાન્યુઆરીમાં સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરવાથી આસારામ ખૂબ દુખી થયા છે. આસારામે કહ્યું કે આ કેસમાં ધીમી ગતિએ ટ્રાયલ ચાલી રહ્યો છે, મને લાગે છે કે મારો ટ્રાયલ ક્યારેય ખત્મ થશે નહીં.

આસારામના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આસારામની ઉંમર વધી રહી છે અને બીમારીને લીધે તેમને જામીન આપવા જાેઈએ. જાે જામીન મળે છે તો આસારામની બગડતી તબિયત અને બીમારીની સારવાર કરાવી શકશે. અહીંયા નોંધવું રહ્યું કે આસારામ પર ૨૦૧૩માં સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની સુનાવણી કરતા જાેધપુર કોર્ટે ૨૦૧૮માં આસારામને દોષિત ઠેરવ્યા હતા અને ઉંમરકેદની સજા ફટકારી હતી.

Follow Me:

Related Posts