સુપ્રીમ કોર્ટે મેટા પ્લેટફોર્મ્સ ઇન્કા.ની તપાસના આદેશને પડકારતી અરજીઓ નકારી દીધી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને વ્હોટ્સએપને ઝાટકો મળે તેવા એક ચુકાદામાં તેની મૂળ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્કા.ની અરજીઓ નકારી દીધી છે. કંપનીએ વ્હોટ્સએપની ૨૦૨૧ અપડેટેડ પ્રાઇવેસી પોલિસીમાં કમ્પીટીશન કમીશન ઓફ ઇન્ડિયાએ આપેલા તપાસના આદેશને પડકારતી અરજીઓ કરી હતી. જસ્ટિસ એમ આર શાહ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું હતું કે સીસીઆઇ એક સ્વતંત્ર સંસ્થા છે અને તેની પાસે જે કાર્યવાહી હોય તેને અટકાવી ન શકાય. આમ તેણે તપાસ ચાલુ રાખવાના દિલ્હી હાઇકોર્ટના આદેશ સામે કરાયેલી અરજીઓ નકારી દીધી છે. બેન્ચે ઠરાવ્યું હતું કે ‘અમે વકીલને સાંભળ્યું છે. આ કોર્ટની તેમાં કોઇ દરમિયાનગારી દેખાતી નથી.’
Recent Comments