અડાજણ-સુરત,સુરતમાં ફરી એક વાર આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં ૨૨ વર્ષીય પરિણીતાએ આત્મહત્યાની કરી હોવાની ઘટના બની છે. પરિણીતાએ તેની ૪ વર્ષની દિકરીની નજર સામે આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ પરિણિતાની માતાએ કર્યો છે. તેમજ પરિણીતાના માતાએ પુત્રીના સાસરિયા પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે બે દિવસ પહેલા મારી પુત્રીએ મને ફોન પર સાસરિયા ત્રાસ આપ્યાની વાત કરી હતી. આ સાથે જ તેમને જણાવ્યુ હતુ કે પરિણીતાની સાસુ અને દિયર ખૂબ ત્રાસ આપતા હતા.
સુરતના અડાજણમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો


















Recent Comments