સુરતના ઉધનામાં તસ્કરી ગેંગ સક્રિય : રામનગરમાંથી થયેલી બાઈક ચોરીની ઘટના CCTVમાં કેદ
છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે સુરત શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેને કારણે લોકો ઘરની બહાર નીકળતા ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. મોડી રાત સુધી સોસાયટીઓમાં લોકો સામાન્ય દિવસોમાં જાગતા હોય છે, અને બહાર બેસતા હોય છે. પરંતુ ઠંડીના દિવસોમાં લોકો પોતાના ઘરની અંદર જતા રહેતા હોય છે. તેવા સમય દરમિયાન આ ચોર ટોળકી વધુ સક્રિય થઇને ઘટનાઓને અંજામ આપવામાં સફળ થતી હોય છે. સુરતના ઉધનામાં આવેલા રામનગર ખાતે બે શખ્સો સિફતપૂર્વક મોટર સાયકલ ચોરી કરતા CCTVમાં ઘટના કેદ થઈ ગઈ છે.
Recent Comments