ગુજરાત

સુરતના ઉમરપાડામાં ૨ કલાકમાં ધમધોકાર ૬.૭ ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમક રુપ જાેવા મળી રહ્યુ છે.વહેલી સવારથી સુરત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો જેમાં ઉમરપાડામાં આભ ફાટ્યુ હોય તેમ લાગતું હતું કારણ કે માત્ર ૨ કલાકમાં ૬.૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થઇ છે. જે પછી નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે.

Related Posts