fbpx
ગુજરાત

સુરતના કતારગામમાં મોબાઇલ લૂંટીને ભાગતા યુવકને લોકોએ ઝડપી મેથીપાક આપ્યો

સુરત શહેરમાં સતત મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. કતારગામ દરવાજા વિસ્તારની અંદર એક યુવક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નાસી જવાની ફિરાકમાં હતો. પરંતુ લોકોએ તેનો ઈરાદો સફળ થવા દીધો નહીં. લોકોએ તેને ઝડપી લીધો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. મહિલાઓએ પણ તેને માર માર્યો હતો. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

યુવક રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગતા જ આસપાસના તમામ લોકોએ બુમાબુમ કરી મુકી હતી. જેથી ત્યાં ઉભેલા યુવકોએ તેને પકડી લીધો હતો. રાહદારીએ લોકોને કહ્યું કે, આ મારા હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી જતો હતો. રાહદારીએ પોતાનો મોબાઈલ લીધા બાદ એકત્ર થયેલા ટોળાંએ તેને ઢોર માર માર્યો હતો અને પોલીસને તેની માહિતી આપી હતી. દરમિયાન જાહેર રસ્તા ઉપર જ આ ઘટના બનતા ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળ પર દોડી આવીને યુવકને પીસીઆર વાન આવે ત્યાં સુધી પકડી રાખ્યો હતો.

સુરત શહેરમાં ચેન સ્નેચિંગના પણ બનાવો સતત બની રહ્યા છે. બાઈક પર યુવાનો આવીને મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન લઈને ફરાર થઈ જાય છે. અથવા તો વાહન ચાલકોના હાથમાંથી કે રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

Follow Me:

Related Posts