ગુજરાત

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓમદેવસિંહ જાડેજા સસ્પેન્ડ

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓમદેવસિંહ જાડેજાને કેમિકલ ચોરીના કૌભાડ મામલે તપાસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ વિજિલન્સની ટીમે અંત્રોલી ગામથી કેમિકલ ચોરીનું કૌભાડ ઝડપી પાડ્‌યું હતું. કેમિકલ માફિયા વિપુલ બલર, રાણા ભરવાડ સહિતના ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ કેસની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી અને આ કેસની તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર ઓમદેવસિંહ જાડેજાની ઘોર બેદરકારી સામે આવી હતી. રાજ્યના પોલીસ વડાએ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિહ જાડેજાને સસ્પેન્ડ કરતાં સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

Follow Me:

Related Posts