વ્યાપાર અને ધંધા માટે વિશ્વપ્રસિદ્ધ ગુજરાતીઓ હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહયા છે.
માઉન્ટ ફ્રેન્ડશીપ હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ પીરપંજાલ પર્વતમાળાનું 17,346 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે.
આ દળ અમદાવાદથી 24મી મેનાં દિવસે રવાના થયું હતું. મનાલીથી 6 દિવસની કઠિન ચઢાઈ બાદ 31 મેનાં સવારના 10:00 વાગ્યે -10℃ તાપમાને ટીમના 6 સભ્યો 17,346 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવામાં સફળ રહ્યા હતા. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ 1 જૂન ના રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
આ પર્વતારોહણ કુલ 8 દિવસનું હતું જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (5500 ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ બકરથાચ કેમ્પ સુધી પહોંચ્યા હતા. ત્રીજા દિવસે કેમ્પ લેડી લેગ કેમ્પસાઇટ (12800 ફૂટ) પર પહોંચી ચોથા અને પાંચમા દિવસે ટ્રેનિંગ લઈ છેવટે છઠ્ઠા દિવસે રાત્રે 11 વાગે નીકળી 11 કલાક ની સતત ચઢાઈ બાદ તારીખ 31મી મે, 2022 ની સવારે 10:00 એ 6 સભ્યોએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર(17346 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ત્યારબાદ 1લી જૂન ના અભિયાન પૂર્ણ કરી ટીમ મનાલી પરત ફરી હતી.
ક્રિષ્ના રાવલ શરૂઆતથી ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃતિઓમાં રસ ધરાવે છે.
આ પર્વતારોહણ એક્સપેડિશનનું આયોજન અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સીબલ (Invincible NGO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ દળનું સિલેકશન ફેબ્રુઆરીમાં થયું હતું અને ત્યાર બાદ 90 દિવસની આકરી તાલીમ બાદ તેમને અંતિમ ચઢાણ માટે મોકલવામાં આવ્યા હતા.
પર્વતારોહણ વિશે
માઉન્ટ ફ્રેન્ડશિપ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલા માં આવેલ 17,346 ફૂટ ઊંચું શિખર છે.
8 લોકોની ટીમમાંથી 6 લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું.
દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને અદભૂત ટીમ વર્ક ના કારણે સફળતા મળી.
પર્વતારોહણ શરૂ કર્યાના 6 કલાક અગાઉ બરફવર્ષા થવાને કારણે ચઢાણ લપસણું તેમજ કઠિન બન્યું હતું છતાં પણ યુવાનોએ પ્રબળ મનોબળનું પ્રદર્શન કરી બરફાચ્છાદિત શિખર સર કર્યું હતુ.
તૈયારીઓ
છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.
દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કરતા હતા.
ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી.
વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી.
મનાલી પહોંચ્યા બાદ એક દિવસ અને ઉપર બે દિવસ માટે પોતાની તાલીમ નો મહાવરો કર્યો.



















Recent Comments