ગુજરાત

સુરતના સૈયદપુરામાં થયેલ પથ્થરમારાના મામલે પોલીસે ૬ બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા ૬ બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટના હુકમ બાદ તમામ કિશોરને ચિલ્ડ્રન હોમમાં મોકલાયા છે. ૧૨ વર્ષના એક કિશોરે અન્ય કિશોરોને આ કામ કરવા માટે ભેગા કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારોના કેસમાં દિવસે – દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. સુરતના સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા ૬ બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટના હુકમ બાદ તમામ કિશોરને ચિલ્ડ્રન હોમમાં મોકલાયા છે. સૈયદપુરા સહિત લાલગેટના ગણેશ પંડાલો પર પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી. છેલ્લા એક મહિનાથી મદરેસામાં જઈ રહેલા કિશોરે અન્ય ૫ કિશોરોને ભેગા કર્યા હતા. પિતા વગરના આ કિશોરે વરિયાવી ચા રાજા ગણેશ પ્રતિમા પર પથ્થર ફેંકવાનો બે વાર પ્રયાસ કર્યો હતો.

Related Posts