ગુજરાત

સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો

આજથી બીએસસી, બી.કોમ. અને બી.એ. સહિત વિવિધ પ્રકારના યુજી અને પીજી કોર્સની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી બીએસસી, બી.કોમ. અને બી.એ. સહિત વિવિધ પ્રકારના યુજી અને પીજી કોર્સની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીએ પરીક્ષાઓ સાથે તૈયારી સંપૂર્ણ કરી છે અને ગેરરીતિ રોકવા કડક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજાેમાં પરીક્ષા ખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે ૧૨૦ સભ્યોની સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પેપરના બંડલ ખોલવા બાબતોના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે.આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ગેરરીતિ પર ચુસ્ત નજર રાખવા માટે યુનિવર્સિટીએ મોનિટરિંગ રૂમની વ્યવસ્થા ગોઠવી છે. તમામ સીસીટીવી ફૂટેજનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીએ ૧૨૦ સભ્યોની ટીમ સાથે ફ્લાઇગ સ્કવોડ અને મહિલા સ્કવોડની રચના કરી છે.

આ ટીમમાં પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. તેમજ ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી. જેથી કોલેજાેને પેપરના બંડલ તોડવા માટેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજાેમાં એકસાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહી મહત્વની વાત એ છે કે, જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના ઝ્રઝ્ર્‌ફ કેમેરા ચાલુ રાખવામાં આવશે. તેમજ જાેપ કેમેરા બંધ હશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ સુધીની કાર્યવાહી થઈ શકશે.

આ ઉપરાંત પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી સીસીટીવી કેમેરાની સામે કરવી પડશે અને પરીક્ષા દરમિયાન વીજકાપ ન થાય તે માટે તમામ કોલેજાેએ જે તે એક વીજ કંપનીને પત્ર લખીને આ બાબતે માહિતી આપવાની રહેશે. વિદ્યાર્થી પરીક્ષામાં કાપલી, બુક અને મોબાઇલ સાથે પકડાય તો તેની તે વિષયની પરીક્ષા રદ કરવામાં આવશે. આ ઉપરાંત ૨,૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વિદ્યાર્થીને આગામી પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. અન્ય વિદ્યાર્થીની આન્સર શીટની કોપી કરવામાં આવે તો તે વિષયની પરીક્ષા રદ કરવામાં આવશે. આ ઉપરાંત બંનેને વ્યક્તિગત ધોરણે રૂ. ૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. બંને વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા આપવા પર પ્રતિબંધ રહેશે.

Related Posts