સુરતમાં કોરોના મહામારીથી ઉગરવા માટે મહામૃત્યુંજય યજ્ઞ કરાયો
કોરોના મહામારી સામે લોકો હવે પરમાત્માના શરણે જઈ રહ્યા છે. દાતાર આયુર્વેદિ દ્વારા વિશ્વને કોરોના રૂપી મહામારીમાંથી ઉગારવા માટે પાલ ખાતે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે દવા સાથે દુઆની પણ આવશ્યકતા હોય છે. મહામારીના આ કપરા સમયમાં ડોક્ટરો સતત દર્દીઓને સારવાર આપવાનું સેવા યજ્ઞ કરી રહ્યા છે. બીજી તરફ ધર્મના મહંતો સંતો પ્રભુ પ્રાર્થના કરીને લોકોને આ મહામારીમાંથી હેમખેમ બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં ભાવિક ભક્તો જાેડાયા હતાં. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે યજ્ઞમાં અપાતી આહુતિઓને કારણે વાતાવરણમાં શુદ્ધતા આવે છે. આજે તમામ લોકોના જીવ કોરોના વાઈરસના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. એવા સમયે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાના હેતુથી અને વિશ્વના કલ્યાણ અર્થે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતું. વિશ્વના માનવને કોરોના મહામારીમાંથી સુખરૂપ બહાર લાવવા માટે મહાદેવની સ્તુતિ કરવામાં આવી છે. મહામૃત્યુંજય યજ્ઞનું ખૂબ મોટું મહાત્મ્ય રહેલું છે. જેને ધ્યાનમાં રાખીને આજે મૃત્યુંજય યજ્ઞમાં લોકોએ જીવમાત્રના કલ્યાણની પ્રાર્થના કરી હતી.
ધર્મેશભાઈ જાેશી મહારાજે જણાવ્યું કે, મહામૃત્યુંજય મંત્ર કરવાથી મનુષ્ય પોતાના મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. કોરોના વાઈરસના કારણે રોજના દેશમાં અને વિદેશમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે મહાદેવના ચરણોમાં સ્તુતિ કરવા માટે મહા મૃત્યુંજયનું આયોજન કર્યું છે. યજ્ઞ વિશ્વના દરેક માનવના કલ્યાણ માટે કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પોતાનું સ્વજનને ગુમાવે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.
Recent Comments