સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના માણસો કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા. જે દરમિયાન કિરણસિંહ લક્ષ્મણસિંહ અને રણછોડભાઈ કાબાભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી આધારે વાંકાનેડા ગામની હદમાં ગાર્ડનની બાજુમાં નહેરના રસ્તે રુદ્રા ઇલેક્ટ્રિકલ કંપની પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં બે શખ્સોને થોભાવવા જતા એક શખ્સ પોલીસ જાેઈ ભાગી છૂટ્યો હતો. જ્યારે એકને પૂછપરછ કરતા તેને પોતાનું નામ શ્રવણ કુમાર વિજયસિંહ કુશ્વાહા (ઉ.વ.૪૧ રહે.બગુમરા ગણેશ રેસિડેન્સી ધરતી હોટલની પાછળ) જણાવ્યું હતું
પોલીસે તેની પાસેથી ૮ કિલો ગાંજાે જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે છેલ્લા ૬ મહિનાથી ગાંજાે વેચે છે તે પહેલાં સુરત અશ્વિનીકુમાર રોડ પર રેલવે પટરી પાસે બંટી નામના શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી તે પહેલાં તેની પાસે જરૂરિયાત મુજબનો ગાંજાે લાવી વેચતા હતા. બાદ તેને બંટીએ શ્રવણની મુલાકત પંડિત નામના શખ્સ સાથે કરાવી હતી. ત્યાર બાદ છેલ્લા કેટલાક સમયથી શ્રવણ પંડિત પાસે ગાંજાે લાવી વેચતો હતો. વાંકાનેડા ખાતે રહેતા રાકેશ ઇન્દ્રપાલ યાદવે શ્રવણને ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે જાેઇએ છે.
તેમ જણાવતા શ્રવણકુમાર તેની સુઝીકી એક્સેસ મોપેડ નં. જીજે-૧૯-બીએફ-૪૧૪૬ ઉપર નવી પારડી તરફ્થી પંડીત પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી લાવેલ અને તે ગાંજાનો જથ્થો રાકેશ ઇન્દ્રપાલ યાદવને આપવાનો હોય હતો જેથી શ્રવણ તેની સુઝીકી એક્સેસ મોપેડ નં . જીજે-૧૯-બીએફ-૪૧૪૬ ઉપર તથા રાકેશ યાદવ તેની એક્સેસ મોપેડ નં . જીજે-૧૯-બીએફ-૭૦૮૧ લઇને વાંકાનેડા ગામની હદમાં વરેલી ગાર્ડન મીલ પાસેથી વાંકાનેડા નહેર તરફના રસ્તા પર આવેલા હતા. જ્યાં રૂદ્રા ઇલેક્ટ્રીકલ્સ કંપની પાસે ડિલીવરી માટે ભેગા થયેલા તે વખતે રાકેશ યાદવ જગ્યા પરથી પોલીસની રેડ જાેઇ ગાંજાે તથા તેનુ વાહન મુકી ભાગી ગયો હતો અને શ્રવણ કુશ્વાહા ૮ કિલો ગાજાના જથ્થા સાથે ઝડપાયો હતો.
પોલીસે ૮૦ હજારની કિંમતનો ૮ કિલો ગાંજાે કબ્જે લઈ બે મોપેડ મળી કુલ ૧.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પંડિત, રાકેશ, તેમજ બંટી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.સુરત જિલ્લા ઓપરેશનની ટીમે કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ૬ કિલોથી વધુ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો. ત્યારે ગાંજાે આપવા આવેલા ઈસમ ગાડી અને ગાંજાે મૂકી ભાગી છૂટ્યો હતો પોલીસે ૧.૮૧ લાખના મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Recent Comments