fbpx
ગુજરાત

સુરતમાં ઘરકામ કરતી ઝારખંડની યુવતીને વેપારીએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી કબીર નિકુંજ સોસાયટીમાં રહેતા કાપડ વેપારી દ્વારા પોતાના ઘરમાં કામ કરતી ઝારખંડની યુવતીને શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા હોવાની માહિતી આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે યુવતીને મુક્ત કરાવી વેપારી સહિત યુવતીને નોકરી અપાવનાર દિલ્હીની એજન્સી સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગ દ્વારા ભટાર રોડ પર આવેલી કબીર નિકુંજ સોસાયટીમાં રહેતા કાપડ વેપારી લક્ષ્મણદાસ પરસોતમદાસ લીલવાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઘરઘાટી તરીકે કામ કરતી ૧૮ વર્ષની યુવતીને મુક્ત કરાવી હતી. મૂળ ઝારખંડના લાતેહાર જિલ્લાની બે યુવતીઓને દિલ્હીના અમૃતપુરી વિસ્તારની મંજૂનાસ એન્ડ પ્લેટમેન્ટ સર્વિસના એજન્ટ અશબિંદકુમાર સિંઘ વતનથી દિલ્હી લઈ ગયો હતો.

જ્યાં બંનેને પોતાની ઓફિસમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ ઘરઘાટી તરીકે રૂ. ૬ હાજરના માસિક પગારે સુરત નોકરી માટે મોકલાવી હતી. સુરતમાં કાપડ વેપારીને ત્યાં ઘરઘાટી કરીતે કામ કરતી હતી. વેપારી લક્ષ્મણદાસ બેરહેમીપૂર્વક માર મારી કામ કરાવતા હતા. ઉપરાંત માત્ર જમવાનું અને ખર્ચા માટે નજીવી રકમ આપતા હતા. જ્યારે માસિક પગારના ૬ હજાર રૂપિયા પણ અશબિંદકુમાર અથવા તેની ઓફિસનો કર્મચારી સમયાંતરે આવી જને લઈ જતો હતો. યુવતીએ હમવતની યુવતીને પણ અશબિંદકુમારે જ ઘરઘાટી તરીકે નોકરી અપાવી હતી. ચાર મહિના અગાઉ વતન ગઈ ત્યારે તેના પર થતાં શારીરિક અને માનસિક ત્રાસ અંગે પિતાને જાણ કરી હતી. પિતાએ સ્થાનિક કલેક્ટર અને ત્યારબાદ અન્યોની મદદ લઈ સુરત આવી પોલીસની મદદથી પોતાની પુત્રીને મુક્ત કરાવી હતી. પોલીસે વેપારી. આશબિંદકુમાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts