સુરતમાં ચાલુ ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડની ચોરી કરી તસ્કરો થયા ફરાર
સુરતમાં ચાલુ ડાયમંડ ફેક્ટરીમાં મશીનમાં પ્રોસેસ માટે મૂકેલા ૧૪૮ કેરેટના હીરા ચોરી ફરાર થયા
સુરતના વરાછા રોડ પરની મોહનનગર સોસાયટીમાં આવેલા સંત આશિષ ડાયમંડના કારખાનામાં ૪૮.૮૬ લાખની કિંમતના ૧૪૮ કેરેટ હીરાની ચોરીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે, જેમાં એક ઇસમ મોઢે રૂમાલ બાંધી કારખાનામાંથી હીરાની ચોરી કરી ફરાર થઈ જતો દેખાઈ રહ્યો છે. આ મામલે પોલીસ કારખાનેદારની ફરિયાદ લઈ વધુ તપાસ કરી રહી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વરાછા રોડ પર આવેલા મોહનનગરમાં સંત આશિષ ડાયમંડના કારખાનામાં ૪૮.૮૬ લાખની કિંમતના ૧૪૮ કેરેટ હીરાની ચોરીની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી કારખાનામાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મૂકેલા હીરા સિફતપૂર્વક લઈને ફરાર થઈ ગયો હતો. ૪૮ લાખથી વધુની કિંમતના હીરાની ચોરી થતાં કારખાનેદાર દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સુરતના વરાછામાંથી લાખોના હીરાની ચોરી થઈ હોવાની જાણ પોલીસને થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કારખાનાના માલિક અને કારીગરોની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી તેમજ કારખાનાના સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવીમાં હીરા લઈ જતો યુવક દેખાતાં પોલીસે તેને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી આધારે આરોપીને પકડી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી રવાના કરી છે. હીરા કારખાનામાંથી થયેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં વહેલી સવારે મોઢે રૂમાલ બાંધી એક યુવકે કારખાનામાં પ્રવેશ કર્યો હતો. કારખાનામાં કામ કરી રહેલા કામદારોની નજર ચૂકવીને બોઇલમાં રાખેલા હીરા સિફતાઇપૂર્વક લઈને ફરાર થઈ ગયો હતો. હીરાચોરીની આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
Recent Comments