સુરતમાં નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુ થઇ છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા વરાછા પોલીસ સ્ટેનશમાં ફરિયાદ નોંધાવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિલેશ કુંભાણીએ મતાધિકાર છીનવી લીધાનો આરોપ છે. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કાછડિયા કોર્ટમાં ફરિયાદ કરશે. બીજી તરફ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ પ્રતાપ દુધાતના નિવેદનને સમર્થન આપ્યું છે. આ સાથે જ કાછડિયાએ જણાવ્યુ છે કે નિલેશ કુંભાણીએ સુરતની લાખો જનતા સાથે દગો કર્યો છે. તેમજ દિનેશ કાછડીયાએ નિવેદન આપતા જણાવ્યુ કે નિલેશ કુંભાણી સુરતમાં આવશે તો તેમનું પણ સ્વાગત થશે.વધુમાં કાછડીયાએ જણાવ્યુ કે સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી થશે તે જાેવું રહ્યું.
સુરતમાં નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુપૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા નિલેશ કુંભાણી સામે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી


















Recent Comments