સુરતમાં પરિવારના એકના એક દીકરાએ આપઘાત કર્યો
પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ બનાવવા આપઘાત કર્યાની આશંકા
સુરત શહેરના જહાંગીરપુરામાં એક આઈડીએફસી બેંકના સેલ્સ ઓફિસરે એકલતામાં સિલિંગ સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર પવન પટેલ એમએ પાસ થયા બાદ એક વર્ષથી બેંકમાં નોકરી કરતો હોવાનું અને પરિવારનો એકનો એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ દરમિયાન સાથી વિદ્યાર્થીનીના પ્રેમમાં પાગલ પવને પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ ઇતિહાસના ચોપડે યાદગાર બનાવવા આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની આશંકાઓ સામે આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે જહાંગીરપુરા આશિષ રો-હાઉસમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. જાેકે મરનાર પવનના મૃતદેહને પરિવારજનોએ નીચે ઉતારી દીધો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, પવને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે, પવન પટેલ (ઉ.વ. ૨૪)ને એક મોટી બહેન જેના લગ્ન થઈ ગયા હતા અને માતા જેની સાથે એ રહેતો હતો. માતા પોસ્ટલ વિભાગમાં આસિ. ઓફિસર છે અને પવન એમએના અભ્યાસ બાદ એક વર્ષથી આઈડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરતો હતો. શુક્રવારની બપોરે પવન નોકરી પરથી જલ્દી ઘરે આવી ગયો હતો. ત્યારબાદ પાડોશીએ દરવાજાે ખખડાવ્યા બાદ પણ ન ખોલતાં બારીમાંથીએ સિલિંગ સાથે લટકતો હોવાનું જાેઈ પાડોશીએ બુમાબુમ કરી દીધી હતી અને તાત્કાલિક બારીમાંથી અંદર હાથ નાખી દરવાજાે ખોલી પવનને ખભે ઉપાડી દોરી કાપી નીચે ઉતાર્યો હતો.
પવનને કોઈ સારવાર મળેએ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું. વધુમાં જાણવા મળ્યુ હતું કે, પવનને કોલેજકાળ દરમિયાન કોઈ યુવતી સાથે પ્રેમ હોય અને તેની સગાઈની ખબર પડતાં આવું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ શુક્રવારે જ પ્રેમિકાની સગાઈ હોવાની વાત બાદ પવને મૃત્યુની પણ એક તારીખથી બાંધવા આવું પગલું ભર્યું હોવાની આશંકા દેખાય રહી છે. હાલ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments