સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના કાર્યકર્તા ઇદ્રિશભાઇ મલેકની દીકરીનો લગ્ન પ્રસંગમાં કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ગરબે ઘૂમવાની સાથે સાથે ડાન્સ કરતા પણ જાેવા મળ્યાં હતાં.
માંગરોળના વેરાકૂઈમાં ભાજપ નેતા ઈન્દ્રેશ મલિકના દીકરીના લગ્નપ્રસંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આપ જાેઈ શકો છો ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. હાલ કોરોનાકાળમાં પણ આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી કરતાં ભાજપના નેતા વિવાદમાં આવી ગયા છે. એકબાજુ ભાજપની સરકાર કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રતિબંધો લગાવી રહી છે. તો બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા જ નિયમોનાં ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે.
ભાજપ નેતા ઈન્દ્રેશ મલેક જણાવ્યું કે મેં આવો કોઈ વીડિયો જાેયો જ નથી. અને કહ્યું કે મેં કોઈ ડીજે મંગાવ્યું જ નથી. અમારા સમાજમાં નાચવાનું આવતું નથી. આદિવાસી સમાજ દ્વારા કોઈ આયોજન કરાયું હોય તો હું અજાણ છું. આ મારા વિરોધીઓની ચાલ છે. હું હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયું છે. અને તે માટે આ કાવતરૂ કરવામાં આવ્યું છે.
વેલદા લગ્ન પ્રસંગ મામલોઃ પીએસઆઇ, જમાદાર સસ્પેન્ડ
એક તરફ કોરોના મહામારીએ તાપી જિલ્લામાં ઉથલો માર્યો છે ત્યારે બીજી તરફ સરકારે કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જાહેર કરેલ ગાઇડ લાઇનનો નિઝર તાલુકાના વેલદા ગામે મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા એક લગ્નપ્રસંગે સરેઆમ ભંગ કરી લોકોના મોટા ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ડીજેના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા.આ અંગે નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.આયોજકો સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાથે જ સ્થાનિક ઁજીૈં અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
Recent Comments