ગુજરાત

સુરતમાં યોજાયા અનોખા લગ્ન જ્યાં આ પ્રસંગે પ્રધાન મંત્રીની સુ-પોષણ યોજનાને વાચા આપી

આજના દેખા દેખીના સમયમાં કેટલા લોકો પોતાના લગ્નમાં અંધાધું ખર્ચા કરતા હોય છે અને કેટલા કુ રીવાજો આજે કેટલા સમાજને ખર્ચા તરફ લઇ જતા હોય છે જે થી ગરીબ અને માધ્યમ વર્ગી પરિવારોને તકલીફનો સામનો કરવાની નોબત આવતી હોય છે . પરંતુ સુરતમાં એક અનોખા લગ્નનું આયોજન થયું.આ લગ્નમાં અન્ય વિધિ સાથે તુલા વિધિ કરી પ્રધાન મંત્રીની સુ-પોષણ યોજનાને વાચા આપી હતી…

આ લગ્નને એક અનોખા લગ્નનું સ્થાન પ્રદેશ પ્રમુખએ આપ્યું છે. આ લગ્નમાં દરેક લગ્નની વિધિ તો કરવામાં આવી જ હતી પરંતુ આ સિવાય એક અનોખી વિધિ પણ કરવામાં આવી. પ્રધાનમંત્રી દ્વારા સુ પોષણ અભિયાનના વિચારને વાચા આપી દીકરીની તુલા વિધિમાં ગરીબ બાળકો અને આંગણવાડીમાં ભોજન આપી અને એક સેવાકીય કાર્ય કરી લોકો પણ આવી રીતે બીજાને મદદરૂપ થાય એવો સંદેશો આપ્યો છે.અને માનવતા મહેકાવી હતી.તેમના આ કાર્યને પ્રદેશ પ્રમુખે પણ બિરદાવ્યું હતું. અને વિડીયો કોલ મારફતે તેમના આ કાર્યને વખાણ્યાં હતા. આમ આ કામને લોકો પણ ધ્યાનમાં લગ્ન સમારોહમાં આવી કંઈક સેવાકીય કાર્ય કરી બીજાને મદદરૂપ થઇ શકે છે.જેથી ગરીબ લોકો પણ એક દિવસ સારું ભોજન જમી શકે અને તેમના પણ આશીર્વચન મળી શકે…

Related Posts