સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર પ્રથી સ્વામી ભક્તિ તનયદાસજી સ્વામીએ ચોપડા પૂજન કર્યું હતું. પ્રારંભમાં ગણપતિ પૂજન લક્ષ્મી પૂજન તથા શારદા પૂજન બાદ સંતોએ ચોપડાઓમાં કંકુથી ચાંદલા કરેલ. યુગાનુસાર હાર્ડકોપીની સાથે સોફ્ટ કોપી- લેપટોપ કમ્પ્યુટરમાં હિસાબ કિતાબ લખાતા હોવાથી તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રભસ્વામીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે, ગૃહસ્થ એ પોતાના ઉપજ ખર્ચનું નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે નામું લખવું. ઉપરાંત તેઓએ કહેલુ કે ઉપજને અનુસારે ખર્ચ કરવો. અન્યથા મોટું દુખ થાય છે. પ્રભુ સ્વામીએ કહ્યું કે, ત્રણ પ્રકારની લક્ષ્મી છે. સાત્વિક, રાજસી અને તામસી. પ્રમાણિકતાથી કમાયેલી સંપતિ સુખ આપે છે. બીજાને દુઃખવીને લાંચ રૂશ્વત આદિથી મળેલ લક્ષ્મી સુખદાઈ કે શાંતિદાઇ નથી હોતી. એ વ્યસન ફેશન જેવા બરબાદીના માર્ગે જ વેડફાય છે.દિવાળી અમાસના દિવસે સ્નાન, અન્નદાન, ગરમવસ્ત્રનું દાન’ તેમજ દીપદાનને વિશેષ ફળ આપનારું કહ્યું છે.અંતમાં પ્રભુસ્વામીએ કહ્યું હતું કે વધુ પ્રમાણમાં ફટાકડા ફોડીને પ્રદૂષણનું દૂષણ ન વધારીએ, પશુપક્ષીઓની તથા વૃદ્ધોની પરેશાની ન વધારીએ તો લક્ષ્મીજી વિશેષ પ્રસન્ન થશભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર આજે દિવાળીના પરમ પવિત્ર દિવસે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કરવામાં આવે છે. વરસ દરમ્યાન કરવામાં આવતા કાર્યો નિમિતે આર્થિક રૂપિયાની લેવડ દેવડનો હિસાબ રાખે તો જ નફા નુકસાનની ખબર પડે, એ અર્થ ધંધા રોજગારમાં તેમજ ઘર વ્યવહારના બજેટની નોંધ રાખવી જરૂરી છે.વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં રંગેચંગે દિવાળીના પર્વ પર લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન

Recent Comments