fbpx
ગુજરાત

સુરતમાં શાકભાજી વિક્રેતાઓએ જગ્યા ખાલી કરાવતા રોષઃ પોલીસ સાથે ઝડપાઝપી

સુરતના વરાછા ખાતે આવેલા ત્રિકમનગર સોસાયટીમા આવેલી શાકભાજી માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓએ મનપાના અધિકારીઓ જગ્યા ખાલી કરવામાં આવતા જૂના વેપારીઓએ અધિકારીઓ સામે રોષે ભરાયા હતાં. વાતાવરણ તંગ બનતા વરાછા પોલીસે વિરોધ કરતા શકભાજી વિક્રેતાઓની અટકાયત કરી હતી. પોલીસ અને જૂના વેપારીઓ સામસામે આવી ગયા હતાં. વેપારીઓ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ હોબાળો મચાવી દેતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા કેટલાક વેપારીઓની અટકાયત પણ કરાઇ હતી.

સુરત મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત ત્રિકમનગર શાકભાજી માર્કેટ બનાવ્યું હતું. આ શાકભાજી માર્કેટ જૂનું હતું. તેને તોડી નવું બનાવવામાં આવ્યું હતું. જેમાં જૂના અને નવા બંને વેપારીઓ ધંધો કરી શકે તે માટે આયોજન કરાયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રો કરતા જુના વેપારીઓની જગ્યા પહેલા માળે આવી હતી. જેને લઈ જૂના વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ત્રિકમ નગર શાકભાજી માર્કેટમાં બેસવા મુદ્દે માથાકૂટ ચાલી રહી છે. જેમાં આજે સુરત મહાનગર પાલિકા તરફથી જગ્યાની જાહેરાત કરવાની હતી. સવારથી જ વિક્રેતાઓ બેસવા બાબતે આક્રમક જણાય હતા. શાક વિક્રેતા દ્વારા કોર્પોરેશનના અધિકારી ઉપર પૈસા લઇ જગ્યા બદલી આપવાના આક્ષેપ કરાયા હતાં.

Follow Me:

Related Posts